1.
“જ્યાં જ્યાં નજર મારી ઠરે
યાદી ભરી ત્યાં આપની” કોની જાણીતી પંક્તિ છે?
ð કલાપી
2.
લાભશંકર ઠાકરનું ઉપનામ
જણાવો?
ð પુનર્વસુ
3.
ગુજરાતી ભાષાની સૌપ્રથમ
ફિલ્મ કઈ હતી?
ð નરસિંહ મહેતા
4.
કવિ નર્મદ ક્યાં શહેરના
વતની હતા?
ð સુરત
5.
મનુભાઈ પંચોળીનું ઉપનામ
જણાવો?
ð દર્શક
6.
સ્વામી દયાનંદ સરસ્વતીની
જન્મભૂમિનું નામ જણાવો?
ð ટંકારા
7.
જનનીની જોડ સખી ! નહીં જડે
રે લોલ. ક્યાં કવિની જાણીતી પંક્તિ છે?
ð બોટાદકર
8.
થોડાં આંસુ, થોડા ફૂલ’ કોની
આત્મકથા છે?
ð જયશંકર સુંદરી
9.
હું માનવી માનવ થાઉં તો
ઘણું’ આ પંક્તિ ક્યાં કવિની છે?
ð બોટાદકર
10.
મળતા મળી ગઈ મોંઘેરી
ગુજરાત,ગુજરાત મોરી મોરી રે..ક્યાં કવિની પંક્તિ
છે?
ð કલાપી
11.
ઉમાશંકર જોશીને કઈ સાલમાં
જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો?
ð 1967
12.
માનવીની ભવાઈ નવલકથાના લેખક
કોણ છે?
ð પન્નાલાલ પટેલ
13.
કોનુ તખલ્લુસ ઈર્શાદ છે?
ð ચિનુ મોદી
14.
ભોળી રે ભરવાડણ...પદના રચયિતા
કોણ છે?
ð મીરાંબાઈ
15.
લોહીની સગાઇ વાર્તા ક્યાં
લેખકની છે?
ð ઈશ્વર પેટલીકર
16.
આપણા દેશનું સર્વોચ્ચ
નાગરિક સન્માન કયું છે?
ð ભારતરત્ન
17.
કઈ સાલમાં મધર ટેરેસાને
ભારતરત્નનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો?
ð 1989
18.
ભારતીય સંરક્ષણ સેવામાં
શૌર્ય અને સ્વાપર્ણનો સૌથી ઉંચો એવોર્ડ કયો છે?
ð પરમવીર ચક્ર
19.
જગતનો સૌથી મોટી રકમ એનાયત
કરતો એવોર્ડ કયો છે?
ð ટેમ્પલટોન પ્રાઈઝ
20.
અત્યારે રિઝર્વ બેંક ઓફ
ઇન્ડીયાના ગવર્નર કોણ છે?
ð રઘુરામ રાજન
21.
નીચેની શ્રેણીમાં ------કયો
આંકડો આવશે?
2,4,3,5,____6,5,7,6
ð 4
22.
સાત પુરુષો અને ત્રણ
સ્ત્રીઓમાંથી પાંચ પુરુષો અને બે સ્ત્રીઓના સમુહને કેટલી રીતે બનાવી શકાય?
ð 63
23.
બે સંખ્યાઓનો સરવાળો 40 છે
અને તેમની વચ્ચેનો તફાવત 4 છે,તો તે બંને સંખ્યાઓનો ગુણોત્તર શું થશે?
ð 11 : 9
24.
કોઈ વેપારી પોતાની
ચીજવસ્તુઓ પર ખરીદ કિંમતથી 20% વધારે કિંમત દર્શાવે છે.તે પોતાના ગ્રાહકોને આ દર્શાવેલ
કિંમત પર 8% વટાવ આપે છે.તો તેને કેટલા ટકા નફો પ્રાપ્ત થશે?
ð 10.4%
25.
જો કોઈ સંખ્યાના 20%,120 થાય
તો તે જ સંખ્યાના 120% શું થશે?
ð 720
26.
એક લંબચોરસની લંબાઈ,તેની
પહોળાઈ કરતાં 7 સેમી વધારે છે.જો લંબચોરસણી પરિમિતિ 126 સેમી હોય,તો તેની પહોળાઈ
શોધો.
ð 28 સેમી
27.
સમાસ ઓળખાવો.
માથાબોળ
ð ઉપપદ
28.
હરિગીત છંદમાં કેટલી માત્રા
હોય છે?
ð અઠ્ઠાવીસ
29.
અલંકાર ઓળખાવો.
દીવાલને પણ કાન હોય છે?
ð સજીવારોપણ
30.
આપેલ શબ્દનો વિરુદ્ધાથી
શબ્દ આપો:
તિમિર
ð તેજ
posted by makvana shankar.D
0 Komentar